આંખોનું તેજ વધારવા ખાવો વરિયાળી, જાણો અન્ય ફાયદા

Google+ Pinterest LinkedIn Tumblr +

વરીયાળીમાં ઘણા બધા ઔષધીય ગુણ રહેલ છે. આના સેવનથી આપણી હેલ્થ સ્વસ્થ રહે છે. આને પ્રાકૃતિક માઉથ ફ્રેશનર પણ કહેવામં ઓ છે. મોટાભાગના ગુજરાતીઓ આનો ઉપયોગ રેસીપીમાં તો કરે જ છે પણ સાથોસાથ મુખવાસમાં પણ કરે છે.

આમાંથી આપણને સોડિયમ, કોપર, સીલીનીયમ, જસત, મેગ્રેશિયમ, ફોસ્ફરસ, આયર્ન અને પોટેશિયમ જેવા કિંમતી ખનીજ તત્વો મળી આવે છે.

ફ્રેશ લીલી વરીયાળી તમારી યાદશકિતને વધારવાની ક્ષમતા રાખે છે.

મહિલાઓને માસિક દરમિયાન આનું વધુ સેવન કરવું જોઈએ. કારણકે આનાથી તેમણે પેટમાં દુઃખાવો નહિં થાય.

આ ખુબ જ સુગંધિત અને તેજ પદાર્થ છે. તેથી જો મોઢામાં વાશ આવતી હોય તો આને ખાઈ શકો છો. આને ચાવતા મોઢામાં લાળ ઉત્પન્ન થાય છે. જેણે સ્વાસ્થ્ય માટે સારૂ માનવામાં આવે છે.

શેકેલી વરીયાળીને ખાવાથી ખાસી, ઉધરસ દૂર થાય છે, તેથી તમે ઠંડીમાં આનું સેવન કરી શકો છો.

વરીયાળીને આચારના મસાલામાં, શરબતમાં અને અન્ય ઘરેલું ખાધ પદાર્થોમાં નાખી સેવન કરવાથી પાચનતંત્ર ઠીક રહે છે. ભોજનમાં સ્વાદ વધારવા તમે આનો પ્રયોગ કરી શકો છો.

આનાથી આંખોનું તેજ વધે છે. આના માટે વરીયાળીમાં મિશ્રી અને બદામને પીસીને પાવડર બનાવી લેવો. આ પાવડરને નિયમિત રૂપે દિવસમાં બે થી ત્રણ ચમચી ખાવાથી આંખ માટે ફાયદો થશે.

ગોળ સાથે વરીયાળીને ખાવાથી માસિક નિયમિત જળવાઈ રહે છે.

રોજ સવારે વરીયાળી ખાવાથી લોહિ સાફ રહે છે, જે ત્વચા માટે ફાયદાકારક છે.

જો તમને ખાટા ઓડકાર આવતા હોય તો વરીયાળીને થોડા પાણીમાં નાખવી અને તેમાં મિશ્રિ નાખીને પીવું. આનાથી તમને આ  સમસ્યાથી આરામ મળશે.

 

Share.

Leave A Reply