જેતપુરથી જામકંડોરણ સહિત 8 ગામને જોડતો બ્રિજ ધરાશાયી

Google+ Pinterest LinkedIn Tumblr +

રાજકોટમાં ફોફળ નદી પર બનેલો બ્રિજ ધરાશાયી થયો છે. જેતપુરથી જામકંડોરણ સહિત 8 ગામને જોડતો આ બ્રિજ ધરાશાયી થયો.

લુણાગર-દૂધીવાદર વચ્ચેનો આ બ્રિજ 8 મહિનામાં જ ધરાશાયી થઈ ગયો. ગુજરાતના ગ્રામ્ય સડક નિર્માણ અંતર્ગત આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ખબરો આવતાની સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે રોડ નિર્માણમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવો જોઈએ. ભ્રષ્ટાચારનાં આક્ષેપો વચ્ચે તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

પુલ સાથે બનેલ 5 કિલોમીટરનાં રોડમાં પણ ધૂળ અને કાંકરા જ જોવા મળે છે. આ પુલ 24-12-2018ના રોજ તૈયાર થયો હતો. હજું માત્ર 9 મહિનાનો જ ટૂંકો સમય થયો હતો અને આ પુલ તૂટીને ભાંગી ગયો.

આ પુલ ગુજરાત સરકારના ફંડમાંથી બનેલો છે. કન્સ્ટ્રક્સન ઓફ લુણાગર-દૂધીવાદર રોડ નોન પ્લાન નામનો રોડ છે. હવે રોડમાં મોટા પાયે ભ્રસ્ટાચાર થયો હોવાનો આક્ષેપ નંખાયો છે. ગુજરાતના ગ્રામ્ય સડક નિર્માણ અંતર્ગત બનેલા આ પુલની ટૂંકા ગાળામાં જ થયેલી આ હાલત જોઈને સરકારનાં કર્મચારીઓ પર સવાલોનો મારો થઈ રહ્યો છે.

Share.

Leave A Reply