માત્ર 10 રૂપિયામાં સરકાર કરાવશે મથુરા-વૃંદાવનની યાત્રા, જાણો વિગતે

Google+ Pinterest LinkedIn Tumblr +
ભારતીય રેલવેએ નવરાત્રિ પર રેલ યાત્રિઓને એક મોટી ગિફ્ટ આપી છે. આમ જનતાની સગવડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ આગરા મંડલથી મથુરા વૃદાવન સેક્શન વચ્ચે ચાલતી રેલ બસ સેવાને ફરી શરૂ કરી છે.
રેલ બસનો એક કોચ હોય છે. આ કોચમાં બંન્ને તરફ મોટર લગાવેલી હોય છે. એવામાં એને ચલાવવા માટે એન્જિનની જરૂર નથી હોતી. આ કોચ પોતાની રીતે આગળ અને પાછળ ચાલી શકે છે. સામાન્ય રીતે રેલ બસનો પ્રયોગ રેલ અધિકારી પટરીઓ અને સ્ટેશનના નિરીક્ષણ માટે કરવામાં આવે છે.
રેલવે મંત્રાલયના ટ્વીટ પ્રમાણે આ રેલ બસ સેવા પુરા મથુરા શહેરમાં થઈને વૃદાવન પહોંચે છે અને એનું ભાડું માત્ર રૂપિયા 10 છે. અહીં ફરવા આવનારા પર્યટકોને આ ટ્રેનમાં યાત્રા વખતે સુંદર સુદર નજારો જોવા મળશે.
મથુરાથી વૃદાવન વચ્ચેનું અંતર લગભગ 12 કિલોમીટર સુધી મીટર ગેજ પર આ રેલ બસનું સંચાલન થાય છે. આ રેલ બસ સેવા દર કલાકે ઉપલબ્ધ હોય છે. યાત્રિઓના સગવડ માટે રેલવે બોર્ડે એક નવી રેલ બસ પણ તૈયાર કરવાનું શરૂ કર્યું છે. લગભગ 6 મહિના પહેલા ભારતીય રેલવેએ મથુરા વૃદાવન વચ્ચે ચાલનારી આ રેલ બસ સેવાને બંધ કરવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરે આ રેલ બસનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.
Share.

Leave A Reply