આમ્રપાલી ગ્રુ૫ વિરૂધ્ધ ધોનીએ કરી ફરિયાદ

Google+ Pinterest LinkedIn Tumblr +

ઘર ખરીદનારા હજારો લોકોને ઠગનારા આમ્રપાલી ગ્રુપ સામે હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેંદ્ર સિંહ ધોનીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ધોનીએ 6 વર્ષ સુધી આમ્રપાલી ગ્રુપ માટે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કર્યું જેના મહેનતાણા પેટે 40 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. ધોનીએ સુપ્રીમ કોર્ટને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.

ઘર ખરીદનારા 46,000 લોકોની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ લોકોને સમય પર ફ્લેટની ફાળવણી કરવામાં આવી નથી. કોર્ટે આમ્રપાલી ગ્રુપની તમામ સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. ધોની પણ પોતાના નાણાં લેવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ધોનીએ કોર્ટને કહ્યું, તેના હિતની રક્ષા માટે ગ્રુપની જમીનમાંથી એક ટુકડો તેને પણ મળવો જોઈએ.

ધોની આમ્રપાલી ગ્રુપની દ્યણી જાહેરાતોમાં જોવા મળ્યો છે. ધોનીએ કોર્ટને કહ્યું, આમ્રપાલી ગ્રુપ સાથે દ્યણાં કોન્ટ્રાકટ કર્યા છે પરંતુ તેણે આપેલી સેવાઓ બદલ વળતર નથી મળ્યું. કંપનીએ ધોનીને કુલ 38.95 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. જેમાંથી 22.53 કરોડ રૂપિયા મૂળ રકમ અને 16.42 કરોડ રૂપિયા વ્યાજ છે. 18 ટકાના વાર્ષિક સામાન્ય વ્યાજ પેટે ગણતરી કરવામાં આવી છે. જેને ચુકવવા માટે ધોનીએ કોર્ટના શરણે જવું પડ્યું છે.

Share.

Leave A Reply