આ શોમાં અભિષેક જોવા મળશે નવા અવતારમાં

Google+ Pinterest LinkedIn Tumblr +

અભિષેક બચ્ચન પણ હવે ડિઝિટલ પ્લેટફોર્મમાં એન્ટ્રી કરી રહ્યો છે. બ્રિથ-2 નામની વેબ સિરીઝમાં જોવા મળશે. આ સિરીઝ તેની કારકિર્દી માટે ખુબ મહત્વની સાબિત થઇ શકે તેમ છે.

એમેઝોન પ્રાઇમ માટેના આ થ્રિલર શોનું શુટીંગ થઇ ગયું છે. છેલ્લા તબક્કાનું શુટીંગ પણ પુરૂ થવામાં છે. સીઇઓ વિક્રમ મલ્હોત્રાના કહેવા મુજબ અભિષેક બચ્ચનનું કામ મને હમેંશા ગમ્યું છે. મને તેના પર ભરોસો છે. તે એક અલગ જ કલાકાર છે. અમારા માટે ખુબ ઉત્સાહની વાત છે કે અભિષેક બ્રિથ-૨ થકી ડિઝિટલ પ્લેટફોર્મમાં આવી રહ્યા છે.

શોમાં તેના કામને જોવા માટે હું ખુબ રોમાંચિત છું. અભિષેકનો આ શોમાં એવો અવતાર છે જે અગાઉ લોકોએ કદી જોયો નથી. બ્રિથની પહેલી સિઝનમાં આર. માધવન મુખ્ય રોલમાં હતો. ક્રાઇમ ડ્રામા આધારિત આ શો ઝડપથી જોવા મળશે.

Share.

Leave A Reply