AC, ફ્રીજ ખરીદનારાઓ માટે ખુશ ખબર, ભાવમાં થયો મોટો ઘટાડો

Google+ Pinterest LinkedIn Tumblr +

કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ ઓછા વેચાણવાળી પ્રોડક્ટ્સના ભાવ આ મહિને 20 ટકા સુધી ઘટાડો કર્યો છે. ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ્સનું કહેવું છે કે તેનું કારણ માંગ ઓછી હોવાના લીધે ઇનવેંટરી જમા થઇ છે.

દિવાળી બાદથી વેચાણમાં તેજી આવી નથી. આ સિવાય ગરમીની સીઝન મોડી હોવાથી રેફ્રિજરેટર અને એર કંડીશનર જેવી અપ્લાયન્સીસના વેચાણ પણ વધ્યા નથી. DBS-એમકેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે સેમસંગ, એલજી, પેનાસોનિક, વ્હર્લપૂલ, હિટાચી, ડાયકિન, વોલ્ટાસ, અને કેરિયર જેવી કંપનીઓએ ઓક્ટોબરની સરખામણીમાં આ મહિને ભાવ 20 ટકા સુધી ઘટાડી દીધા છે. જેનાથી ઇલેક્ટ્રોનિક્સ ખરીદનાર લોકોને ફાયદો થશે.

DBS- એમકેના રિપોર્ટ અનુસાર પેનાસોનિક, હિટાચી, ડાયકિન, કેરિયર, વોલ્ટાસ, લૉયડ જેવી કંપનીઓએ એસીના ભાવમાં ગયા વર્ષે જુલાઇની સરખામણીમાં માર્ચમાં 4-20 ટકા ઘટાડ્યા છે. ફ્રીજમાં ગોદરેજ, સેમસંગ, એલજી, અને વ્હર્લપુલે ઓક્ટોબરની સરખામણીમાં પ્રાઇસીસ 5-17 ટકા ઘટાડ્યા છે. આઇએફબી, સેમસંગ, વ્હર્લપૂલ, એલજી અને ગોદરેજે વોશિંગ મશીનના ભાવમાં ઘટાડો કર્યો છે.

Share.

Leave A Reply