એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટરઃ અનુપમ ખેર સહિત 14 સામે કેસ દાખલ

Google+ Pinterest LinkedIn Tumblr +

બોલિવૂડ એક્ટર અનુપમ ખેરની ફિલ્મ “ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર” પર વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મને લઈને બિહારના મુઝફ્ફરપુર સીજીએમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદી વકીલ સુધીર ઓઝાએ આરોપ લગાવ્યો છે કે આ ફિલ્મના માધ્યમથી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અને બીજા મોટા નેતાઓની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ મામલે ફરિયાદીએ ફિલ્મ અભિનેતા અનુપમ ખેર, અક્ષય ખન્ના ઉપરાંત ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સહિત 14 લોકો સામે કેસ કર્યો છે. આ મામલે આગામી સુનાવણી 8 જાન્યુઆરીના રોજ થશે. આ ફિલ્મ 11મી જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં પ્રદર્શિત થવા જઈ રહી છે.

Share.

Leave A Reply