કોંગ્રેસ ગાંધીનગર બેઠક પર ઉભા રાખશે આ કદાવર નેતાને

Google+ Pinterest LinkedIn Tumblr +

લોકસભાની ચૂંટણી માટે પ્રથમ લિસ્ટ ગઇકાલે જાહેર કરી દીધુ છે. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. ત્યારે કોંગ્રેસે પણ પોતાના સંભવિત ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી નાંખ્યું છે. જેમા સી.જે ચાવડા પણ લકસભાની ચૂંટણી લડશે. જેમાં મહદઅંશે માનવામાં આવી રહ્યું છે કે, સી.જે ચાવડા કે જેઓ ગાંધીનગર બેઠક પરથી ધારાસભ્ય છે તેઓ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડશે.

વર્ષ 1989થી ગાંધીનગર બેઠક ભાજપાનો અજેય ગઢ ગણાય છે, કારણ કે હત 6 ટર્મથી આ લોકસભા સીટ પર ભાજપા જીતી રહી છે.ત્યારે સી.જે ચાવડા માટે ગાંધીનગર બેઠક લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે. ત્યારે આ વિશે વાતચીત કરતા તેમણે કહ્યું કે, ગાંધીનગર બેઠક પર કોંગ્રેસવતી હું જ લડીશ. અમિત શાહના આવવાથી કોંગ્રેસને કોઈ ફેર નહિ પડે. ભાજપની સલામત બેઠક પર રાષ્ટ્રીય અધ્યક્ષને મેદાનમાં આવવું પડે છે તે જ કહે છે કે ભાજપની આજે ગુજરાતની કફોડી હાલત છે.

Share.

Leave A Reply