ગુજરાતનું ગૌરવ : અમદાવાદની યુવતી હેતલ રાઠોડ બની ટિસ્કા મિસ ઇન્ડિયા

Google+ Pinterest LinkedIn Tumblr +

જો માત્ર એક મોકો મળે તો દુનિયામાં ભારતને ગૌરવશાળી બનાવી બતાવીએ કોઈ પણ સહારા વગર ઘરે જ તૈયારી કરી જાત મહેનતથી વિજેતા બન્યા
લીંમડી તાલુકાના નાનકડા ગામ મોજીદડની રહેવાસી એક સામાન્ય પરિવારની દીકરી કોઈપણ સહારા વિના ફેશનની દુનિયામાં પ્રવેશ કરે છે અને પ્રતિયોગિતા જીતી બતાવે છે. આ સ્પર્ધામાં 27 રાજ્યોની સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તમામ સ્ટેજ પાર કરી ફાઈનલમાં પહોંચી વિજેતા બનવું એ ગુજરાત માટે નાની સૂની ઘટના નથી. અને હાલ અમદાવાદ મોટેરામાં રહેતી છે,આ તકે મીડિયાઓની પણ દોગલીનીતિ સામે આવી રહી છે આમ ગુજરાતનાં કોઈ પણ મીડિયાવાળાઓએ પણ એમને પોતાના મીડિયામાં સ્થાન આપ્યું નથી આ બાબત જ્યારે એ બતાવે છે કે ગરીબોએ સતત સંઘર્ષ કરતા રહેવું. સફળતા જરૂર મળે છે. અતિ ખર્ચાળ ગણાતી આવી સ્પર્ધા ગરીબ સામાન્ય પરિવારની દીકરી કેવી મુશ્કેલીઓ પાર કરી પોતાના સપનાઓને સાકાર કરે છે

આ સ્પર્ધામાં નિર્ણાયક પેનલમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ફેશન ડિઝાઈન, ફોટોગ્રાફી અને પ્રસાધન બિજનેશ સાથે સંકળાયેલા નામી કલાકારો અદિતિ ગોવિત્રીકર, સચિન ખુરાના, પૂનમ ઝા અને સચિન ઢીંગરાએ જ્યારે હેતલનું નામ ટિસ્કા મિસ ઇન્ડિયા – 2019 વિજેતા જાહેર કર્યુ તે ઘડી રોમાંચિત હતી. આ સાથે હેતલ ગુજરાતની પહેલી અને સૌથી નાની વયની યુવતી ટિસ્કા મિસ ઇન્ડિયા 2019 બની ગઈ છે.

Share.

Leave A Reply