અજય દેવગણ બનશે ચાણક્ય, જાણો વિગતે

Google+ Pinterest LinkedIn Tumblr +

અજય દેવગણ પોતાના ફેન્સ માટે સતત ઘણી ફિલ્મોની ભેટ આપવા માટે તૈયાર છે. અજય દેવગણે હવે વધુ એક ફિલ્મની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી ‘દે દે પ્યાર દે’માં રોમેન્ટિક, ‘તાનાજી’માં યોદ્ધા અને એક ખેલાડીની બાયોપિક પર એકસાથે કામ કરી રહેલા અજય દેવગણ હવે મહાગુરૂ ‘ચાણક્ય’ની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

અજય દેવગણે કહ્યું કે આ ફિલ્મ ‘ચાણક્ય’ના જીવન પર આધારિત છે અને ફિલ્મની સ્ક્રિપ્ટિંગનું કામ શરૂ થઇ ગયું છે. તેમનું એ પણ કહેવું હતું કે ફિલ્મ કદાચ બે અધ્યામાં બનશે. કારણ કે ચાણક્ય જેવા મહાન માણસની કહાની એક ભાગમાં બતાવવી મુશ્કેલ છે.

ચાણક્યના શૂટિંગ માટે અજય દેવગણ કદાચ પોતાના બાલ પણ કપાવી દીધા છે અથવા પ્રોસ્થેટિક મેકઅપ દ્વારા પાછળ સંતાડી શકે છે.

Share.

Leave A Reply