અજય દેવગને શેર કર્યું ‘દે દે પ્યાર દે’નું ફર્સ્ટ લૂક

Google+ Pinterest LinkedIn Tumblr +

અજય દેવગનના ફેન્સ માટે એક સારી ખબર છે. અજયે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દે દે પ્યાર દે’નું ફર્સ્ટ પોસ્ટર શેર કર્યું છે. ગોલમાલ અગેન બાદ અજય દેવગન અને તબ્બૂની જોડી એક વાર ફરી ઓનસ્ક્રિન ધમાલ મચાવતી જોવા મળશે. આ ફિલ્મમાં અજય અને તબ્બૂની સાથે સાઉથ સ્ટાર રકુલ પ્રીત સિંહ પર નજરે આવશે.

આ ફિલ્મનું પહેલુ પોસ્ટર અજય દેવગને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યુ છે. જેમાં અજય તેના સિગ્નેચર પોઝમાં બે કારોની વચ્ચે જોવા મળી રહ્યો છે. જ્યારે તબ્બૂ વિંટેજ કાર પર બેઠી દેખાઈ રહી છે અને રકુલ પ્રીત સ્પોર્ટસ કાર પર પોઝ આપતી દેખાય છે. ફિલ્મનું પોસ્ટર ઘણું કલરફૂલ અને કેચી દેખાઈ રહ્યું છે. અજયે તેની આ રોમાંટિક કોમેડી ફિલ્મનું પોસ્ટર શેર કરતા મજાકમાં લખ્યું કે,‘ઘરે ટ્રાય ના કરતા’.

રિપોર્ટ મુજબ આ ફિલ્મનું ટ્રેલર 2જી એપ્રિલે રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે 2જી એપ્રિલે અજય દેવગનનો જન્મદિવસ છે. આ ફિલ્મને અકીવ અલીએ ડાયરેક્ટ કરી છે. જ્યારે ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, લવ રંજન, અંકુર ગર્ગે પ્રોડ્યૂસ કરી છે.

Share.

Leave A Reply