આસામના પૂરગ્રસ્તો માટે અક્ષયકુમારે કરી રૂ. બે કરોડની સહાય

Google+ Pinterest LinkedIn Tumblr +

આસામમાં પૂરની આફતે હાહાકાર મચાવ્યો છે. ત્યાંના ૩૩માંથી ૩૦ જિલ્લાઓમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે. લાખોની સંખ્યામાં લોકો તથા પશુ-ઢોરોની હાલત કફોડી થઈ ગઈ છે. એમને હિજરત કરવી પડી છે, વિસ્થાપિત થયા છે. આવા ભયાનક કુદરતી મેઘતાંડવમાં ત્યાંના લોકોની મદદ માટે બોલીવૂડ અભિનેતા અક્ષયકુમાર આગળ આવ્યો છે. એણે મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં કુલ બે કરોડની રકમ દાન રૂપે આપી છે.

અક્ષયે ટ્વીટ કરીને લખ્યું છે કે આસામમાં પૂરે વેરેલા વિનાશનાં દ્રશ્યો જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું છે. આવા મહાસંકટના સમયમાં ત્યાંના તમામ અસરગ્રસ્ત માનવીઓ તથા પ્રાણીઓને સહાયતા કરવી જોઈએ. હું મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં એક કરોડ રૂપિયા તેમજ કાઝીરંગા પાર્કમાં બચાવકાર્ય માટે અલગ એક કરોડ રૂપિયા દાનમાં આપીશ.

Share.

Leave A Reply