AN-32 વિમાન ક્રેશ: 13માંથી કોઇ જીવતુ ના મળ્યુ

Google+ Pinterest LinkedIn Tumblr +

અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાના દુર્ઘટનાગ્રસ્ત કાર્ગો વિમાન AN-32માં સવાર તમામ 13 લોકોના મોત થયા છે.

વિમાનનો કાટમાળ શોધવા પહોંચેલ બચાવ દળે તેની પુષ્ટિ કરી છે. આ દુ:ખદ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને માહિતી આપવામાં આવી છે. આની પહેલાં 15 સભ્યનું બચાવ દળ આજે સવારે વિમાનના કાટમાળ સુધી પહોંચી હતી. કાટમાળના તપાસમાં આ બચાવ દળને એકપણ સભ્ય જીવતા મળ્યા નથી.

મંગળવારના રોજ ભારતીય વાયુસેનાના ગુમ વિમાન AN-32નો કાટમાળ અરૂણાચલના સિયાંગ જિલ્લામાં દેખાયો હતો. અકસ્માતવાળો વિસ્તાર ખૂબ જ ઊંચાઇ અને અને ગાઢ જંગલની વચ્ચે છે. એવામાં વિમાનના કાટમાળ સુધી પહોંચવું સૌથી પડકારરૂપ કામ હતું.

બચાવ ટીમને ત્યાં સુધી પહોંચવામાં ખૂબ જ મુશ્કેલી પડી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર 13 લોકોમાંથી 6 અધિકારી અને 7 એરમેન છે. આપને જણાવી દઇએ કે ઇસ્ટ અરૂણાચલ પ્રદેશના પહાડો ખૂબ જ રહસ્યમય મનાય છે અને અહીં પહેલાં પણ કેટલીય વખત આવા વિમાનોનો કાટમાળ મળ્યો છે, જે બીજા વિશ્વ યુદ્ધ દરમ્યાન ગુમ થઇ ગયા હતા. જે જગ્યા પર વિમાનનો કાટમાળ મળ્યો છે, તે અંદાજે 12000 ફૂટની ઊંચાઇ પર આવેલ છે.

Share.

Leave A Reply