MDH મસાલા ખાવ છો તો સાવધાન!!! થઈ શકે આ બીમારી

Google+ Pinterest LinkedIn Tumblr +

MDH મસાલાને  લઈને અમેરિકન  મસાલા રિટેલ માર્કેટમાં એક ડિસ્ટ્રીબ્યૂટરને પોતાની દુકાનમાં MDH મસાલાના ત્રણ લોટને સંપૂર્ણ રીતે હટાવવા પડ્યા છે. ખરેખ અમેરિકન ફુડ રેલ્યુલેટરે MDH કંપનીના સાંભર મસાલામાં ‘સાલ્મોનેલા’ નામના બેક્ટેરિયા મળી આવ્યા.

યૂએસ ફુડ એન્ડ ડ્રગ ઓથોરિટી (USFDA)એ પોતાના આધિકારિક નિવેદનમાં કહ્યું છે કે, MDHની આ બ્રાન્ડને સર્ટિફાઇડ લેબમાં તપાસ કરી હતી. જે દરમિયાન સાલ્મોનેલા નામના બેક્ટેરિયા હોવાની જાણકારી મળી. તેમણે આગળ કહ્યું કે FDAએ આ મામલે ત્યારે તપાસ કરવાનું શરૂ કર્યું જ્યારે તેમણે જાણકારી મળી કે બજારમાં એવા કેટલાક પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમા સાલ્મોનેલા બેક્ટેરિયા છે. રિપોર્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, આ બીમારીના શરૂઆતના લક્ષણોમાં ડાયરિયા, પેટમાં મરોડ સહિત 12 થી 72 કલાકમાં ખુબ જ તાવ પણ આવી શકે છે.

તમને જણાવી દઇએ કે, પહેલા પણ અમેરિકામાં એમડીએચ મસાલાઓ પર સવાલો ઉદ્ભવી ચૂક્યા છે. અત્યાર સુધી એ વાતની પુષ્ટી થઇ શકી નથી કે, ભારતમાં આ કંપનીના વેચાણ કરવામાં આવેલ પ્રોડક્ટમાં સાલ્મોનેલા બેક્ટેરિયા છે કે નહી.

આ પ્રોડક્ટથી થનારા નુક્સાન વિશે એફડીએ એ પોતાની આધિકારિક સાઇટ પર લખ્યુ કે, સાલ્મોનેલા સંક્રમિત આહાર ખાવાથી લોકોને સાલ્મોનેલોસિસની બીમારી પણ થઇ શકે છે.

Share.

Leave A Reply