કમરના દુખાવાથી પરેશાન છો ? તો અપનાવો આ ટીપ્સ

Google+ Pinterest LinkedIn Tumblr +

કમરનો દુખાવો ઘણા લોકોને હોય છે. બેઠાડુ જીવનને લીધે આ સમસ્યા વધારે પડતી પાંગરતી જાય છે. મોટાભાગના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તમે ઘરે કામ કરો, ઉભા રહિને કામ કરો કે પછી ઓફિઝ ખુરશી પર બેસીને કામ કરો તો પણ આ દુઃખાવો તો આવી જ જાય છે. કમરના દુખાવાને કારણે માંસપેશીઓમાં તનાવ ઉત્પન્ન થાય છે અને આ દુખાવો વધવા લાગે છે. નીચેના ઉપાયોથી આ દુખાવામાં રાહત થશે.

અજમાના દાણાને તવીમાં શેકીને, થોડા ઠંડા દાણા થાય એટલે ધીરે-ધીરે ચાવતા ગળી જવું. વારંવાર 7 દિવસ સુધી આનું સેવન કરવાથી 8માં દિવસે તમને ફરક જણાશે.

જે જગ્યાએ દુઃખાવો થતો હોય ત્યાં 5 મિનિટ સુધી ગરમ શેક આપવો અને 2 મિનિટ ઠંડો શેક આપવો.તવામાં 2 થી 3 ચમચી મીઠું નાખી બરાબર શેકી લેવું. હવે એક કપડામાં મીઠું નાખી બાંધી દેવું. હવે કમરે આ પોટલીથી ગરમ શેક કરવાથી રાહત થાય છે.

વધારે સમય સુધી એકની એક જ જગ્યાએ ન બેસી રહેવું. 40 મિનિટ બાદ ખુરશીમાંથી ઉભા થઈને બહાર એક આટો મારી લેવો.

Share.

Leave A Reply