હવે બેંકનું કરીને ભાગી જવું થયું મુશ્કેલ, સરકારે લીધો આ નિર્ણય

Google+ Pinterest LinkedIn Tumblr +

કેન્‍દ્ર સરકારે જાણી-જોઈને લોન ન ચૂકવનારાઓ અને ફ્રોડ કરી દેશ છોડીને ભાગી જનારાઓ પર લગામ કસવા માટે મોટું પગલું ઉઠાવ્‍યું છે. સરકારે પબ્‍લિક સેક્‍ટર બેંકો (PSBs)ના CEOsને શકમંદો સામે લુક આઉટ સર્કુલર જારી કરવા માટે અનુરોધ કરવાનો અધિકાર આપી દીધો છે.

ગૃહ મંત્રાલયે તાજેતરમાં જ એક સર્ક્‍યુલરમાં ફેરફાર કરતા સરકારી બેંકોના CEOsને એ અધિકારીઓની યાદીમાં સામેલ કરી લીધા છે, જે મંત્રાલયમાંથી કોઈની સામે લુક આઉટ સર્ક્‍યુલર જારી કરવા માટે અનુરોધ કરી શકે છે.

નાણાં મંત્રાલયએ સરકારી બેંકોને એ બધા લોન લેનારાઓની પાસપોર્ટ ડીટેલ્‍સ જમા કરાવવા કહ્યું, જેમણે 50 કરોડ રૂપિયાથી વધુની લોન લીધી હોય. RBIના આ નિર્ણય લોવા કરતા જે બેંકના CEO મોટી લોન લઇને ચુકવણું ન કરનાર સામે આંખ આડા કાન કરે છે. તેની સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.

Share.

Leave A Reply