વડોદરામાં એક મહિલાએ આપ્યો ચાર બાળકોને જન્મ, ચારેય બાળક સ્વસ્થ

Google+ Pinterest LinkedIn Tumblr +

વડોદરામાં એક અનોખો કુદરતનો કરિશ્મા થયો છે. શહેરની  એક મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો છે.  આઠ અઠવાડિયા વહેલા જન્મેલા ચાર બાળકોને કાંગારૂ મધર કેર પધ્ધતિની સારવારથી નવજીવન બક્ષવામાં આવ્યુ હોવાનું સયાજી હોસ્પિટલના પિડીયાટ્રિક વિભાગના ડો.શીલા ઐયરે જણાવ્યુ હતુ.

શહેરના વાડી સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં રહેતા અબ્દુલગની મહંમદ ગુફરાનના પત્ની રૂકશારે ગત તા.૧૬મી જુલાઇના રોજ મોડી રાત્રે એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો હતો. ચારેય બાળક આઠ મહિના અગાઉ જન્મ્યા હોવાથી તેઓનો વિકાસ પુરેપુરો થયો ના હતો. જેને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવમાં આવી રહી છે.

Share.

Leave A Reply