ભાજપે UPના 30 નામ કર્યા જાહેર, જાણો કોને ક્યાથી ટિકિટ

Google+ Pinterest LinkedIn Tumblr +

ભાજપે ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે 30 ઉમેવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે જાહેર કરેલી ઉમેદવારની ત્રીજી યાદીમાં જયા પ્રદા, વરુણ ગાંધી, મેનકા ગાંધી, રવિન્દ્ર કુશ્વાહા સહિતના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

ભાજપે જાહેર કરેલી યાદી ઉત્તર પ્રદેશની લોકસભા ચૂંટણી માટે તાજેતરમાં ભાજપમાં જોડાયેલા જયા પ્રદાને ઉત્તર પ્રદેશના રામપુરમાંથી ટિકિટ આપી છે. વરુણ ગાંધીને પિલિભીત, મેનકા ગાંધીને સુલતાનપુરમાંથી ટિકિટ આપી છે.

ભાજપે જાહેર કરેલ 30 ઉમેદવારોમાં ઇટાવામાં રામશંકર કથિરિયા, ફારુખાબાદમાંથી મુકેશ રાજપૂત, કાનપુરમાંથી સત્યદેવ પચુરીને ટિકિટ આપી છે. તો અલ્હાબાદની ટિકિટ રિટા બહુગુના, બારાબંકીમાંથી ઉપેન્દ્ર રાવત, મહારાજગંજમાંથી પંકજ ચૌધરી સહિતના જાણીતા ચહેરાઓને ટિકિટ આપી છે.

Share.

Leave A Reply