ભાજપે આ બે સીટ પર ઉમેદવારના નામ કર્યા જાહેર

Google+ Pinterest LinkedIn Tumblr +

ભાજપે ગુજરાતમાં પોતાના વધુ 2 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. ભાજપે મહેસાણાથી શારદા બેન પટેલને અને સુરતથી દર્શના જરદોશને મેદાને ઉતાર્યા છે, ત્યારે હવે ફક્ત અમદાવાદ પૂર્વમાંથી જ ભાજપનાં ઉમેદવાર જાહેર કરવાના બાકી છે.

ભાજપે 26 બેઠકોમાંથી 25 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે જાહેર કરેલા 2 ઉમેદવારો વિશે તમને જણાવીએ તો મહેસાણા લોકસભા સીટ પરથી ભાજપે જેમને ટિકિટ આપી છે તે શારદાબેન પટેલ પૂર્વ ઉદ્યોગ મંત્રી અનિલભાઈ પટેલનાં પત્ની છે. શારદાબેન અત્યારે સ્વેચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ નાનાબાર કડવા પાટીદાર સમાજમાંથી આવે છે.

દર્શના જરદોશ સુરત બેઠક પરથી ભાજપ તરફથી મેદાને ઉતરશે. તેઓ ભારતીય જનતા પાર્ટીનું સભ્ય પદ ધરાવે છે અને તેઓ 2009માં પ્રથમવાર લોકસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા. આ ઉપરકતાં તેઓ 2014માં પણ ફરીથી અહીં વિજય થયા હતા

Share.

Leave A Reply