અંધ પ્રેમ: કન્યા પરણી 33 વર્ષ મોટા પુરુષને

Google+ Pinterest LinkedIn Tumblr +

પ્રેમ શબ્દ આમ તો સાવ નાનો છે પણ કોન ક્યારે થઇ જાય તે કઇ કહીં ન શકાય. પ્રેમ પાગળો, આંધળો, લુલો, લગડો જેવા કેટ કેટલાય શબ્દો વપરાય છે. અજય દેવગણની તબુ અને સ્કુલ પ્રીત સિંહ સાથેની ફિલ્મ ‘દે દે પ્યાર દે’ની જેમ જસ્ટ વીસીમાં પ્રવેશેલી કોડભરી કન્યા આધેડવયના પુરૂષના પ્રેમમાં પડી જાય એવું ઘણીવાર હકીકતમાં પણ બની જાય છે. આવો જ એક કિસ્સો આજે તમને જણાવીશું.

અમેરિકાના ઓહાયોમાં રહેતા પંચાયત વર્ષના કીથ અને બાવીસ વર્ષની એલિઝાબેથ બોનાનો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પહેલીવાર મળ્યા અને પ્રેમ થઇ ગયો. એક-બે મહિના એમ જ કેઝયુઅલ ડેટિંગ કર્યા પછી બન્નેએ લગ્ન કરવાનું નકકી કર્યું. તેમણે બાકાયદા લગ્ન પણ કર્યા અને હવે આ લગ્નથી સંતાન થાય એવી ખેવના રાખે છે.

નવાઇની વાત એ છે કે કીથને પહેલાં લગ્નથી ત્રણ સંતાનો છે. એમાંથી દીકરો જસ્ટિન તો તેની નવી મમ્મી કરતાં ચાર વર્ષ મોટો છે. જયારે બીજાં બે સંતાનો મેકકાયલા અને સ્કોટી અનુક્રમે 18 અને 15 વર્ષનાં છે જે એલિઝાબેથને પોતાની ફ્રેન્ડ જેવાં માને છે. જયારે પણ એલિઝાબેથ અને કીથ બહાર ફરવા જાય ત્યારે લોકો તેમને બાપ-દીકરી જ કહે છે. એમ છતાં બન્ને ખુશ હોવાનો દાવો કરે છે. તાજેતરમાં તેમણે એક ઇન્ટરવ્યુમાં કહેલું કે લોકો ઉંમરના ભેદને કારણે ભલે નકાત્મક કમેન્ટ્સ કરતા હોય તોય એને અમે ધ્યાનમાં નથી લેતાં.

Share.

Leave A Reply