કોંગ્રેસમાં જોડાઇ અભિનેત્રી ઉર્મિલા માંતોડકર

Google+ Pinterest LinkedIn Tumblr +

અભિનેત્રી ઉર્મિલા માંતોડકર પણ આજે કોંગ્રેસમાં શામેલ થઈ ગઈ છે. હજી ગઈ કાલે જ અભિનેત્રી જયા પ્રદાએ ભાજપ અને દક્ષિણ ભારતના જાણીતા અભિનેતા મોહન બાબૂ વાઈએસઆર કોંગ્રેસમાં શામેલ થયા હતાં.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉર્મિલા માંતોડકરને પાર્ટીમાં શામેલ થવા પર અભિનંદન આપ્યાં હતાં અને ફૂલનો બુકે આપીને ઉર્મિલાને સમ્માનિત કરી હતી. ઉર્મિલા કોંગ્રેસમાં જોડાઈ શકે છે અને મુંબઈમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવા અહેવાલ સામે આવ્યા હતાં. હવે માનવામાં આવે છે કે ઉર્મિલા માંતોડકર ઉત્તર મુંબઈ લોકસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે.

રાહુલ ગાંધીના નેતૃત્વ વિષે ઉર્મિલા માંતોડકરે કહ્યું હતું કે, આજના સમયમાં અમારી પાસે એવા નેતા હોવા જોઈએ જે સૌને સાથે રાખીને ચાલે. જે સૌને ન્યાય અપાવવામાં વિશ્વાસ ધરાવતા હોય. સાધારણ શબ્દોમાં કહેવામાં આવે તો આપણે સૌકોઈને સાથે લઈને ચાલનારો હોય. મારા મત પ્રમાણે એવા જ નેતા હોવા જોઈએ, જેનામાં આ બધું હોય.

Share.

Leave A Reply