સાવધાન!!! દૂધી ખાતા પહેલા રાખો આટલું ધ્યાન

Google+ Pinterest LinkedIn Tumblr +

દૂધી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. દૂધી સરળતાથી બજારમાં મળી રહે છે. દૂધીમાં કેટલાય પ્રકારના ગુણ હોય છે. દૂધી કેટલાય પ્રકારની ગંભીર બીમારીઓની ઔષધી તરીકે પણ કામ કરે છે. પરંતુ, અમુક લોકો માટે દૂધીનું સેવન નુકશાનકારક સાબીત થઈ શકે છે.

જો કોઈને સાંધાનો દુઃખાવો છે, અથવા તેને નસ સંબંધી કોઈ દર્દ હોય તો તેને દૂધીનું સેવન ન કરવુ જોઈએ. કારણ કે દૂધીના સેવનથી દર્દ વધી શકે છે તેવા સંશોધનો થયા છે.

જો કોઈ દૂધીના જ્યૂસનું સેવન કરે છે, તો તે જ્યૂસમાં અન્ય કોઈ વસ્તુ બને ત્યાં સુધી મિકસ ન કરવી જોઈએ.

દૂધીનો જ્યૂસ પીધા પહેલા તેને ચેક કરવો ખૂબ જ જરૂરી છે કે તે કડવો તો નથી ને ? જો તે કડવો હોય તો ભૂલથી પણ તેનું સેવન ન કરવું જોઈએ.

Share.

Leave A Reply