જીવનમાં ઉતારો ચાણક્ય નિતિ

Google+ Pinterest LinkedIn Tumblr +

* ધર્મમાં લેવડ – દેવડ અને વ્યાપારમાં હિસાબ – કિતાબ, વિદ્યા અને સાહિત્યમાં સંગ્રહ અને ખાવા – પીવાના વ્યવહારમાં જે માનવી સંકોચ નથી રાખતો તે સદા સુખી રહે છે.

* સંતોષ અને ધીરજથી જે સુખ પ્રાપ્ત થઇ શકે છે તે બીજી કોઈ વસ્તુથી પ્રાપ્ત થતું નથી. સંતોષ અને ધીરજ શાંતિનું મૂળ છે.
* પત્ની જેવી પણ હોય, ધન જેટલું પણ હોય, ભોજન જેવું પણ હોય. અ બધું જો સમયે મળી જાય તો સૌથી ઉત્તમ છે. આ બધું પ્રાપ્ત કર્યા બાદ માનવીએ એ ન ભૂલવું જોઈએ કે તેનું એક બીજું પણ કર્તવ્ય છે અને તે છે વિદ્યા પ્રપ્ત કરવાનું.

* પોતાના સાધારણ શત્રુથી અનુકૂળ વ્યવહાર કરવો જોઈએ. ભયંકર શત્રુને શક્તિથી કચડી નાખવો જોઈએ. જેના તરફથી પોતાના જીવને ખતરો હોય તેવાને કદાપી માફ કરવો જોઈએ નહિ, તેને નસ્ટ કરવામાં જ લાભ સમાયેલો છે.

* અતિ ભલા બનીને જીવન પસાર કરી નથી શકાતું. ભલા અને સીધાસાદા માનવીને દરેક દબાવે છે. તેની ઈમાનદારી અને ભલમનસાઈને લોકો ગાંડપણ સમજે છે. એટલા માટે એટલા ભલા અને સીધા પણ ન બનવું જોઈએ કે લોકો લૂંટીને ખાઈ જાય.

* હંસ કેવળ ત્યાં જ રહે છે જ્યાં તેમને પાણી મળે છે. સરોવર સુકાઈ જતા તેઓ પોતાનું સ્થાન બદલી લે છે. પરંતુ મનુષ્યે આવું સ્વાર્થી ન બનવું જોઈએ. તેણે વારંવાર પોતાનું સ્થાન ન બદલવું જોઈએ.

 

 

Share.

Leave A Reply