ચેન્નઈની હેટ્રિક, રાજસ્થાન સામે આઠ રને વિજય

Google+ Pinterest LinkedIn Tumblr +

ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં આઠ રને વિજય મેળવી આ સિઝનમાં સતત ત્રીજી જીત મેળવી વિજયની હેટ્રિક નોંધાવી હતી જ્યારે રાજસ્થાન રોયલ્સનો સતત ત્રીજી મેચમાં પરાજય થયો હતો.

ધોનીની કેપ્ટન ઇનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ બેટિંગ કરતાં ચેન્નઈ સુપર કિંગ્સે પાંચ વિકેટ ગુમાવી 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી 167 રન બનાવી શકી હતી. આ જીતને કારણે ચેન્નઈના ત્રણ મેચમાં છ પોઇન્ટ થઈ ગયા છે અને તે પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ચેન્નઈએ એક સમયે 15 ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવી 99 રન બનાવ્યા હતા પરંતુ અંતિમ પાંચ ઓવરમાં ધોનીએ બ્રાવો અને જાડેજા સાથે મળી 76 રન ઝૂડયા હતા. તેમાં પણ છેલ્લી ત્રણ ઓવરમાં 60 રન ફટકાર્યા હતા. 176 રનના ટાર્ગેટ સામે રાજસ્થાને અંતિમ ઓવર સુધી લડત આપી હતી. ટીમને જીત માટે છેલ્લી ઓવરમાં 12 રનની જરૂર હતી પરંતુ બેન સ્ટોક્સ પ્રથમ બોલે આઉટ થયા બાદ ચેન્નઈએ મેચ પોતાના નામે કરી લીધી હતી.

Share.

Leave A Reply