કોરિયોગ્રાફર સરોજ ખાનની મદદે આવ્યો સલમાન ખાન

Google+ Pinterest LinkedIn Tumblr +

કોરિયોગ્રાફર સરોજ ખાનને તેમની વધતી વયને કારણે બોલિવૂડ ફિલ્મ જગત કામ આપી નથી રહ્યું. તેમણે 90ના દાયકામાં માધુરી દીક્ષિત નેને, શ્રીદેવી, સુસ્મિતા સેન, ઐશ્વર્યા રાય બચ્ચનને પોતાના તાલે નચાવ્યા છે, પરંતુ સમય જતાં તેમને કામ મળવું મુશ્કેલ બની ગયું છે. તેમની મદદ માટે સલમાન ખાને હાથ આગળ કર્યો છે.

સલમાન ખાને સરોજ ખાનને પોતાના અપકમિંગ પ્રોજેક્ટ્સમાં કામ આપવાની બાંયધરી આપી છે. સલમાન ખાન અભિનીત દબંગ થ્રીમાં સરોજ ખાન તેના એક-બે ગીતોનું કોરિયોગ્રાફ કરે એવી શકયતા છે.

Share.

Leave A Reply