હસીને કરો દિવસની શરૂઆત

Google+ Pinterest LinkedIn Tumblr +

સ્કુલ ટીચરે ઘરે નોંધ મોકલાવી….
“તમારો દીકરો આજ્ઞાંકિત અને ભણવા માં ખુબ હોંશિયાર છે, પણ છોકરીઓ સાથે વાતો કરવામાં બહુ સમય બગાડે છે.”

મમ્મી એ વળતી નોંધ મોકલી…
“પ્લીઝ, કોઈ ઉકેલ જણાવો, એના પપ્પાનો પણ આજ પ્રોબ્લેમ છે.”

************************************

લગ્નના દોઢ વરસ પછી ઘરમાં ફરી આનંદ છવાયો…
સાસુએ માતાજીની માનતા માની…
સસરાએ ખુશીમાં બીડી મુકી દેવાનુ પણ લીધુ…
નણંદે નામ શોધી રાખ્યા.. …
દિયર કાકા બનવાના સપના જોવા લાગ્યા…

પત્નિ પણ પોતાના આવનાર સંતાન માટે વિચારવા લાગી કે દિકરો આવશે કે દિકરી!!!!

છેવટે એ રાત્રે પત્નિએ વ્હાલથી પતિનો હાથ પોતાના ભરેલા પેટ પર મુકી પુછ્યુ…

“વ્હાલા..શું લાગે છે? કોણ આવશે?…”

પતિએ હંમેશની બેફિકરાઇથી ફેસબુક જોતા જોતા કહ્યુ …

“આવશે તો મોદી જ.”

Share.

Leave A Reply