આજથી ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ થયું અરુણ જેટલીના નામે, થયું ઉદઘાટન

Google+ Pinterest LinkedIn Tumblr +

દિલ્હીનાં ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ ગુરૂવારનાં બદલાવામાં આવ્યું. હવે તેને અરૂણ જેટલી સ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવશે. આ સાથે જ સ્ટેડિયમનાં એક સ્ટેન્ડનું નામ ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીનાં નામ પર રાખવામાં આવ્યું છે.

દિલ્હી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘે (DDCA) જણાવી દીધું છે કે સ્ટેડિયમનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ હશે, જ્યારે મેદાનનું નામ ફિરોઝ શાહ કોટલા જ રહેશે. નવા નામકરણનાં કાર્યક્રમમાં ગૃહ મંત્રી અમિત શાહ અને રમત મંત્રી કિરણ રિજિજૂએ પણ ભાગ લીધો હતો.

જવાહર લાલ નેહરૂ સ્ટેડિયમમાં નવા સમારોહમાં વિરાટ કોહલી, તેની પત્ની અનુષ્કા શર્મા, મુખ્ય કૉચ રવિ શાસ્ત્રી ઉપરાંત ટીમ ઇન્ડિયાનાં તમામ ખેલાડીઓ હાજર હતા. શુક્રવારનાં ધર્મશાળા ટી-20 સીરીઝ માટે રવાના થવા માટે ભારતીય ટીમનાં ખેલાડીઓ દિલ્લી પહોંચ્યા છે.

Share.

Leave A Reply