1 એપ્રિલથી ‘બંધ’ થઇ જશે આ 2 મોટી બેંકો

Google+ Pinterest LinkedIn Tumblr +

બેંક ઓફ બરોડા (BoB)માં દેના બેંક અને વિજયા બેંકનું વિલીનકરણ 1 લી એપ્રિલથી અસરકારક રહેશે. એટલે કે, દેના અને વિજયા બેંકના ગ્રાહકોના બેંક એકાઉન્ટ્સ હવે બેંક ઓફ બરોડામાં તબદીલ કરવામાં આવશે.

બેંક ઓફ બરોડાના ડિરેક્ટર બોર્ડે 11 માર્ચના રોજ વિજયા બેંક અને દેના બેંકના શેરહોલ્ડરોને બેંક ઓફ બરોડાના ઇક્વિટી શેર ઇશ્યુ કરવાના મુદ્દા માટે રેકોર્ડની તારીખ જારી કરી છે. મર્જર યોજના હેઠળ, વિજયા બેંકના શેરહોલ્ડરોને દરેક 1000 શેરો પર બેંક ઓફ બરોડાના 402 ઇક્વિટી શેર મળશે. તેવી જ રીતે, દેના બેંકના શેરહોલ્ડરોને દર 1000 શેર પર બેંક ઓફ બરોડાના 110 શેર મળશે.

આ મર્જર થયા પછી બેંક ઓફ બરોડા દેશમાં ત્રીજી સૌથી મોટી બેંક બનશે. હાલમાં 45.85 લાખ કરોડના મૂલ્યના વેપાર સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પ્રથમ, 15.8 લાખ કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે એચડીએફસી બેંક (HDFC) બીજા અને 11.02 લાખ કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે આઇસીઆઇસીઆઇ બેંક (ICICI) ત્રીજા સ્થાન પર છે. આ રીતે બેંક ઓફ બરોડા આઇસીઆઇસીઆઇ બેંકને પાછળ રાખી દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની જશે.

Share.

Leave A Reply