‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી 325 KM દૂર, સરકાર સજ્જ

Google+ Pinterest LinkedIn Tumblr +

સૌરાષ્ટ્ર-કચ્છ પર ઝળુંબી રહેલું વાયુ વાવાઝોડું હવે વેરાવળથી 325 કિલોમીટર જ દૂર છે અને કલાકના નવ કિમીની ગતિથી આગળ વધી રહ્યું છે.

આ વાવાઝોડું ગંભીરથી અતિગંભીર કેટેગરીમાં ફેરવાઇ ગયું છે. એવા સંજોગોમાં 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઇંચ વરસાદ ખાબકી જાય તેવી પણ શકયતા છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે સિવિયર સાઇક્લોનમાં ફેરવાતા ચિંતાનું મોજું ફેરવાયું છે. બુધવારે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 2.91 લાખ લોકોનું સ્થળાંતર કરાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં મંગળવારે સાંજે મિટિંગ યોજાઈ હતી. રાજ્યના મુખ્ય સચિવ જે.એન. સિંઘે સમીક્ષા બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છના સંભવિત અસરગ્રસ્ત જિલ્લા કલેક્ટરોને વીડિયો કોન્ફરન્સિંગથી સૂચના આપી હતી. વાયુ વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં તા.12 અને 13મી જૂને શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.

Share.

Leave A Reply