મહેન્દ્રસિંહ ધોનીની ફિલ્મ ‘Roar of the Lion’ રિલીઝ

Google+ Pinterest LinkedIn Tumblr +

મહેન્દ્રસિંહ ધોનીની લાઇફ પર આધારિક વધુ એક ફિલ્મ Roar of the Lion રિલીઝ થઇ છે. આ એક ડોક્યૂમેન્ટ્રી સિરીઝ છે, જેને 20-20 મિનિટના 5 એપિસોડમાં હોટસ્ટાર પર જોઈ શકાશે. આ ફિલ્મમાં ધોનીએ પોતાની જુબાનીથી કહાની કહી છે.

કબીરખાન દિગ્દર્શિત આ ફિલ્મની કહાની ધોનીના આઈપીએલ સફ પર આધારિત હશે, જેમાં 2013ના સ્પોટ ફિક્સિંગથી લઈને સીએસકે પર લાગેલા બે વર્ષના પ્રતિબંધ અને ફરી ટીમને ચેમ્પિયન બનાવવાની સ્ટોરી છે. ફિલ્મમાં ધોનીએ જણાવ્યું કે, કેમ ચેન્નઈ સુપરકિંગ્સે પોતાનું ત્રીજુ આઈપીએલ ટાઇટલ માત્ર પોતાના ફેન્સ માટે જીત્યું છે.

ધોનીએ ફિલ્મમાં CSKની સાથે પોતાના જોડાવને અરેન્જ મેરેજની જેમ ગણાવ્યો છે. Roar of the Lionમાં ધોની સિવાય ચેન્નઈના બીજા સભ્ય સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, શેન વોટસન, મોહિત શર્મા, મેથ્યૂ હેડન અને કોચ માઇક હસીની પણ મહત્વની ભૂમિકા છે.

Share.

Leave A Reply