પર્સમાં આ વસ્તુ ભુલથી પણ ક્યારેય ન રાખશો, થશે નુકશાન

Google+ Pinterest LinkedIn Tumblr +

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પર્સને લઈને કેટલાંક નિયમો દર્શાવાયા છે. જે અપનાવીને વ્યક્તિ જીવનમાં આર્થિક ક્ષેત્રે સુખી બની શકે છે. જો તમે પણ આ વાસ્તુના નિયમો અપનાવશો તો તમારું ખિસ્સુ ક્યારેય ખાલી નહિં રહે.

* પર્સમાં લોઢાની વસ્તુઓ પણ ન રાખવી જોઈએ. સામાન્ય રીતે લોકો પર્સમાં બ્લેડ, દાંતખોતરણી, ચાકૂ જેવી વસ્તુઓ સાથે રાખતાં હોય છે. લોઢું પર્સમાં ન રાખવું જોઈએ. નિષ્ણાંતો જણાવે છે કે જરૂરી હોય તો પર્સમાં ત્રાંબા કે ચાંદીની વસ્તુઓ રાખવી. તેનાથી લાભ થઈ શકે છે.

* પર્સનો સંબંધ ધનથી હોય છે કાગળથી નહીં. એટલા માટે જ પર્સમાં રૂપિયા જ રાખવા વધારાના કાગળ કે બેંકની રસીદો ન રાખવી. જુના કાગળમાં રાહુનો પ્રભાવ હોય છે અને તે ધનના પ્રવાહને અટકાવે છે.

* પર્સ ક્યારેય ફાટેલું ન હોવું જોઈએ. પર્સ ફાટેલું હશે તો તેનાથી ખર્ચ વધશે. જ્યારે પણ પર્સ ફાટે તો તુરંત તેને બદલી દો.

* ખાવા-પીવાની વસ્તુઓ પર્સમાં ન રાખવી. ઘણા લોકોને આદત હોય છે કે તેઓ ચોકલેટ, પાન-મસાલા જેવી વસ્તુઓ સાથે રાખતાં હોય છે. પર્સમાં દવાના પડીકા, દવાઓના કાગળ જેવી વસ્તુઓ રાખવાથી પણ ધનનો વ્યય થાય છે. આવી વસ્તુઓથી નકારાત્મક ઉર્જા વધે છે.

Share.

Leave A Reply