ચેતી જજો!!! આગામી 24 કલાક આ વિસ્તાર માટે છે ભારે

Google+ Pinterest LinkedIn Tumblr +

ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાંના કારણે આગામી થોડા દિવસો દરમિયાન તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે.

રિપોર્ટ મુજબ વિભાગે કહ્યું કે હાલ ફેની ત્રિંકોમલી(શ્રીલંકા)ના 745 કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વ, ચેન્નઈના 1050 કિમી દક્ષિણ પૂર્વ અને મછલીપટ્ટનમ(આંધ્રપ્રદેશ)ના 1230 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં છે. વિભાગે આગામી 12 કલાકમાં ભયંકર ચક્રવાતી વાવાઝોડું અથવા 24 કલાકમાં ખૂબજ ભયંકર ચક્રવાતી વાવાઝોડાંમાં ફેનીના પરિવર્તિત થવાની આગાહી કરી છે.

કેરળમાં 29મી અને 30મી એપ્રિલે ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે તમિલનાડુના તટીય વિસ્તારમાં 30 એપ્રિલ અને 1લી મેના રોજ રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Share.

Leave A Reply