ખેડૂતોને દર મહિને પેન્શન આપતી યોજનાનો આજથી પ્રારંભ

Google+ Pinterest LinkedIn Tumblr +

દેશના અન્નદાતાઓને ૬૦ વર્ષની ઉંમર બાદ સન્માનજનક જીવન જીવવા માટે કિસાન પેન્શન યોજનાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર આજે આ યોજનાનો દિલ્હીથી પ્રારંભ કરશે.

યોજના હેઠળ ખેડૂતને ૩૦૦૦ રૂ.  દર મહિને પેન્શન સ્વરૂપે મળશે. ખેડૂતનું મૃત્યુ થવા પર તેની પત્નિને ૫૦ ટકા રકમનુ ચૂકવણુ થતુ રહેશે. આ માટે એલઆઈસીને જવાબદારી આપવામાં આવી છે. જેમાં ૨૯ વર્ષના ખેડૂતે દર મહિને ૧૦૦ રૂ. આપવાના રહેશે એટલુ જ નહિ એટલા રૂપિયા કેન્દ્ર સરકાર નાખશે. જેમાં ૬૦ વર્ષ બાદ તેને એક સાથે ૩૦૦૦ રૂ. દર મહિને મળતા રહેશે.

સરકાર આ યોજના પર લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. ૧૮ થી ૪૦ વર્ષના ખેડૂતો આ માટે અરજી કરી શકશે. યોજના સંપૂર્ણ રીતે સ્વૈચ્છીક હશે. આ માટે ખેડૂતે ખેતીની પુરી માહિતી આપવા માટે ખાતેદારનો પુરાવો ઉપરાંત આધારકાર્ડ, જનધન ખાતાની વિગત, મોબાઈલ નંબર આપવાના રહેશે. જે આધાર અને બેન્ક સાથે જોડાયેલ હશે.

મોદી સરકારે બીજા કાર્યકાળની શરૂઆત કરતા જ આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ પ્રથમ ૩ વર્ષમાં ૫ કરોડ ખેડૂતોને લાભ આપવાની છે. દેશમાં લગભગ ૧૪ કરોડ ખેડૂતો છે. સરકારે ખેડૂતોની આવક ૨૦૨૪ સુધીમાં બમણી કરવાનું વચન પણ આપ્યુ છે.

 

Share.

Leave A Reply