તમે ઉડતી બાઇક જોઇ છે?, ન જોઇ હોય તો જોઇ લો

Google+ Pinterest LinkedIn Tumblr +

ફ્રાંસની કસ્ટમ ઓટોમોબાઇલ કંપની lazareth એ ઉડતી મોટરસાઇકલ બનાવી છે, જે સામાન્ય બાઇકની માફક રસ્તા પર તો દોડશે પરંતુ સાથે જ હેલિકોપ્ટરની માફક હવામાં પણ ઉડશે. કંપનીએ તેને LMV 496 નામ આપ્યું છે, જે ઘણી હદ સુધી કંપનીની જ LM-847 થી પ્રેરિત છે.

આ બાઇકની સૌથી ખાસ વાત એ છે કે તેને રાઇડ મોડ પરથી ફ્લાઇ મોડ પર જવામાં ફક્ત 60 સેકન્ડનો સમય લાગે છે. કંપનીએ તાજેતરમાં જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે જેમાં બાઇકને સફળતાપૂર્વક હવામાં ઉડાડીને બતાવી છે.

બાઇકનું વજન ફક્ત 140 કિલોગ્રામ છે, તો ફ્લાઇટ મોડ પર આ 240 કિલો વજન લઇને ઉડી શકે છે. આ બાઇલ પોલિસ્ટર અને કાર્બન ફાઇબર ચેચિસ પર આધારિત છે અને કંપની તેને દુબઇમાં થનાર ઓટો શોમાં રજૂ કરશે. આ બાઇક કિંમત લગભગ 3.84 કરોડ રૂપિયા હોઇ શકે છે.

Share.

Leave A Reply