“ફોની” પહોંચ્યું ઓડિસ્સા, સાવધાની માટે સેના સજ્જ

Google+ Pinterest LinkedIn Tumblr +

ભયાનક ચક્રવાતી વાવાઝોડુ ફોની ઓડીસાના પુરીમાં ત્રાટકી ગયું છે. સલામતી દળોને હાઈએલર્ટ પર રાખવામાં આવેલ છે. આ સિવાય કિનારાના જિલ્લાઓમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. નૌકાદળ, વાયુદળ અને તટ રક્ષકદળને કોઈપણ સ્થિતિના સામના માટે હાઈએલર્ટ રાખવામાં આવ્યા છે. એનડીઆરએફ સહિતની ટુકડીઓને તૈનાત કરવામાં આવેલ છે.

માહિતી મુજબ 1999ના સુપર સાઈકલોન બાદ આ વાવાઝોડુ ફાની સૌથી ખતરનાક વાવાઝોડુ માનવામાં આવે છે.
ઓડીસામાં તમામ શાળા-કોલેજોને બંધ રાખવાના આદેશો આપવામા આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તમામ ડોકટરો અને સ્વાસ્થ્ય સેવા કર્મચારીઓની રજાઓ ૧૫મી સુધી રદ્દ કરવામાં આવી છે.

ઓડીસા ઉપરાંત આંધ્ર, તામીલનાડુ અને પ.બંગાળમાં પણ વાવાઝોડાની અસર થવાની શકયતા છે. માછીમારોને દરીયામાં ન જવા સલાહ આપવામાં આવી છે. ઓડીશાના 11 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Share.

Leave A Reply