આવતી કાલથી વડોદરા – અમદાવાદ એક્સ્પ્રેસ વે પર ટોલ ફી વધારો જાહેર

Google+ Pinterest LinkedIn Tumblr +

આવતી કાલથી નવા નાણાંકીય વર્ષથી વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ વે ઉપર વાહનોની ટોલ ફીમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. વડોદરાથી આણંદની મોટરકારની ફી માં રૂ.5 અને અમદાવાદની ફીમાં રૂ.10નો વધારો જાહેર કરવામાં આવ્યો છે.

આવી જ રીતે અન્ય વાહનોની ટોલ ફી પણ વધારવામાં આવી છે. રોજના 50 હજાર વાહનો આ એક્સપ્રેસ વે ઉપર થી પસાર થઇ રહ્યા છે ત્યારે હવે 1લીથી આ માર્ગ ઉપર મુસાફરી મોંઘી બનશે, NHAI દ્વારા ગ્રાહક ભાવાંકની ફોર્મ્યુલાઆધારે આ જાહેરાત કરવામાં આવી છે. વડોદરા – અમદાવાદ વચ્ચે ટોલ ફીમાં વધારો થતાં એસટી તંત્ર દ્વારા પણ ભવિષ્યમાં તે મુસાફરો પાસેથી વસૂલામાં આવશે તેમ મનાય છે.

વડોદરાથી અમદાવાદની ટોલ ફી હવે રૂ.110 થઇ છે. જ્યારે એલસીવીની ફી રૂ.175, બસની ફી રૂ.365 થઇ છે. વડોદરા – હાલોલ અને હાલોલ – શામળાજી માર્ગ ઉપર પણ ટોલ ફીમાં વધારો ઝીંકાયો છે. રાજ્ય સરકાર દ્વારા આ માર્ગો ઉપર કાર- જીપને ટોલ મુક્તિ આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ હાઇવે ઉપર કાર – જીપને ટોલ ફી માંથી મુક્તિ આપવામાં આવી છે.

Share.

Leave A Reply