કડવા-લેઉવા પટેલ સહિત 15 જ્ઞાતિઓને સરકારે બિનઅનામત વર્ગમાં ઉમેરી

Google+ Pinterest LinkedIn Tumblr +

ગુજરાત સરકારે બિનઅનામતી વર્ગની યાદીમાં 15 નવી જ્ઞાતિઓનો સમાવેશ કર્યો છેઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારે કહ્યું છે કે હિંદુ અને મુસ્લિમ સમાજની 15 એવી જ્ઞાતિ છે કે જેમને બિનઅનામતી વર્ગની યાદીમાં ઉમેરવામાં આવી છે.

અત્યાર સુધી 69 જ્ઞાતિ એવી હતી કે જેમને બિન અનામતી વર્ગની યાદીમાં સ્થાન પ્રાપ્ત હતુંનવી યાદી પ્રમાણે લેઉવા તેમજ કડવા પટેલને પણ બિનઅનામતી વર્ગની યાદીમાં ઉમેરવામાં આવ્યા છેબિનઅનામતી વર્ગમાં સમાવેશ થયેલી જ્ઞાતિઓને રાજ્યમાં નોકરી કે શિક્ષણમાં અનામતના કોઈ ફાયદા મળતા નથી.

લેઉવા અને કડવા પટેલ સિવાય આ યાદીમાં શ્રી ગૌડ બ્રાહ્મણહિંદુ ખેડવા બ્રાહ્મણગિરિનારાયણ બ્રાહ્મણદશા પાલીવાલ બ્રાહ્મણમહેશ્વરી વાણિયામહેશ્વરી અને હિંદુ જાટ ચૌધરીનો સમાવેશ થાય છે.

જ્યારે મુસ્લિમ જાતિઓમાંથી મુમનાહાલા મુસ્લિમઆગરીયા મુસ્લિમ અને ભાડભુજા અને ભઠિયારા જેવી જાતિઓને આ યાદીમાં ઉમેરવામાં આવી છે.

Share.

Leave A Reply