આદુંવાળી ચા પીવાના છે અઢળક ફાયદાઓ

Google+ Pinterest LinkedIn Tumblr +

સવાર સવારમાં એક કપ આદુંની ચા ફકત તમને રીફ્રેશ જ નથી કરતી પણ આમાં ઘણા રોગોને દુર કરવાના ગુણ રહેલ છે. આદુમાં એન્ટી હિસ્ટેમાઈન ગુણધર્મો રહેલ છે, જે શરદી, ઉધરસ અને ગળાની બળતરાને દુર કરે છે. આદુમાં રહેલ એન્ટી ઈન્ફલેમટોરી ગુણ માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપે છે. ચાલો જાણીએ આદુવાળી ચાના ગુણો.

આદુના ઘણા તબીબી ફાયદાઓ છે. આ વિટામીન-એ, સી, ઈ અને બી કોમ્પલેક્ષનો એક શ્રેષ્ઠ ઉપાય છે. સાથે જ આમાં મેગ્રેશિયમ, ફોસ્ફરસ, લોહ, જસત, કેલ્શિયમ અને બિટા કેરોટિન પર્યાપ્ત માત્રામાં હોય છે.

આદુંમાં બળતરા ઓછી કરવાનો ગુણ હોય છે, જેનાથી આ સાંધાની સમસ્યાનો સારો ઘરેલું ઉપાય બને છે.

ભૂખ ન લાગતી હોય તો આદુની ચા છે અસરકારક. ઘણા લોકોને કઈ પણ જાતની બીમારી વગર ભુખ ન લાગવાની સમસ્યા રહેતી હોય છે. લોકોને આ સમસ્યા હોય તેમણે નિયમિત રીતે આદુવાળી ચા પીવાથી ભુખ ખુલે છે.

આદુ વાળી ચા શરીરમાં પ્રવેશતાની સાથે જે પાચન ક્રિયા માટે નિયમિત રીતે એન્ઝાઈમ રિલીઝ કરે છે. જેનાથી ભુખ વધી જાય છે.

આંદુની ચા માંથી મળતા વિટામીન, ખનીજો અને એમિનો એસિડ રકત પરિભ્રમણ બહેતર બનાવવા માટે મદદરૂપ થાય છે, જેથી કાર્ડીવાસકયુલરની તકલીફ (રકતવાહિની ની સમસ્યાઓ) ઓછી થવાની સંભાવના રહે છે.

આદુવાળી ચા હૃદય રોગનો હુમલો અને સ્ટ્રોકનું જોખમ પણ દુર થાય છે. જીંજર યુકત ચા પીવાથી તમારા શરીરમાં આખો દિવસ એનર્જી બની રહેશે.

Share.

Leave A Reply