બ્રિટનના મહેલમાં લાગશે સોનાનું ટોઇલેટ, આ વાત છે ખાસ

Google+ Pinterest LinkedIn Tumblr +

ઇંગ્લેન્ડના બ્લેનહેમ કાઉન્ટીના મહેલામાં સોલિડ સોનાનું ટોઇલેટ કમોડ લગાવવામાં આવ્યું છે. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલનો જયાં જન્મ થયો હતો એ રૂમની નજીકમાં જ આ સોનાનું કમોડ બેસાડવામાં આવ્યું છે.

‘ધ ગાર્ડિયન’માં પબ્લિશ થયેલા સમાચાર મુજબ કમોડ એક એવી કલાકૃતિ છે જે મોરિજો કેટિલેને બનાવી છે અને 18 કેરેટના સોનાથી બની છે. એને ઓકસફર્ડશરના બ્લેનહેમ મહેલમાં લગાવવામાં આવ્યું છે. આ કમોડ એ વખતે ચર્ચામાં આવેલુ જયારે એક મ્યુઝિમે એને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને આપવાની રજૂઆત કરી હતી.

હાલમાં ૩૦૦ વર્ષથી વધુ સમયથી આ મહેલમાં માર્લબોરો પરિવાર રહે છે. બ્લેનહેમ આર્ટ ફાઉન્ડેશનના સંસ્થાપક એડવર્ડ સ્પેન્સરનું કહેવું છે કે આલીશાન ઘરમાં પેદા થવા છતાં મારી પાસે કદી સોનાનું કમોડ નહોતું. આ કમોડ સામાન્ય જનતા પણ વાપરી શકે એવી ગોઠવણ કરવામાં આવશે. એ માટે બુકીંગની વ્યવસ્થા કેવી રહેશે એ ટૂંક સમયમાં જાહેર થશે.

2016માં ન્યુયોર્કમાં આવું જ એક કમોડ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. જયાં અંદર જવા માટે લોકો બે-બે કલાક સુધી લાઇનમાં ઉભા રહેતા હતાં અને સફાઇ કામદાર દર 15 મિનિટે એની સફાઇ કરતા હતાં.

Share.

Leave A Reply