બ્રિટનમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિધાર્થી માટે આનંદના સમાચાર

Google+ Pinterest LinkedIn Tumblr +

બ્રિટનમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. બ્રિટને તેમના દેશમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પછી નવી વર્ક વીઝા પોલિસીની જાહેરાત કરી છે.

બ્રિટનની આ જાહેરાતથી ત્યાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે પોતાનું કેરિયર સેટ કરવાની દિશામાં મોટુ પગલુ માનવામાં આવે છે. બ્રિટને વિદેશી વિદ્યાર્થીઓ માટે વર્ક વીઝાની સમય મર્યાદા ૨ વર્ષ માટે વધારી દીધી છે.

બ્રિટિશ મીડિયા અનુસાર બ્રેકિઝટ પછી વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન બોરિસ જોનસન તરફથી આ નવી પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. નવી પોલિસી ૨૦૨૦-૨૧માં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને લાગૂ પડશે.

 

Share.

Leave A Reply