ગેરમાર્ગે દોરતી જાહેરાતો ઉપર ગૂગલ કર્યો પ્રતિબંધ

Google+ Pinterest LinkedIn Tumblr +

ગૂગલે લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અટકાવવા માટે 2018માં 31 નવી પોલીસી લોન્ચ કરી હતી. આ નીતિઓનું ઉલ્લંઘન કરનાર વિજ્ઞાપનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગૂગલએ આ પ્રકારની 2.3 અરબ જાહેરાતો પર પ્રતિબંધ લગાવ્યો છે.

રીપોર્ટ અનુસાર 2018ના વર્ષમાં રોજ 60 લાખ વિજ્ઞાપન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે જાહેરખબરનો અર્થ યૂઝરને જોડવાનો હોય છે, તેવામાં ખરાબ વિજ્ઞાપન લોકોના અનુભવને નષ્ટ કરી દે છે. ગત વર્ષમાં 10 લાખ વિજ્ઞાપનદાતાઓના ખાતા ટર્મિનેટ કરવામાં આવ્યા હતા. આ આંકડો 2017ની સરખામણીએ બમણો છે.

કંપની યૂઝર, વિજ્ઞાપન આપનાર અને પબ્લિશરની સુરક્ષા પર પણ કામ કરી રહી છે. ગત વર્ષે અંદાજે 7.34 લાખ પબ્લિશર અને એપ ડેવલપરને ગૂગલ એડ નેટવર્કમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા અને 15 લાખ એપમાંથી એડ દૂર કરવામાં આવી હતી.

Share.

Leave A Reply