ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર સંજય ગોરડિયાનું બ્રિટિશની સંસદમાં સન્માન

Google+ Pinterest LinkedIn Tumblr +

ગુજરાતી રંગભૂમિનાં જાણીતા કોમેડિયન કલાકાર સંજય ગોરડિયાનું બ્રિટિશ સંસદમાં સન્માન કરવામાં આવશે. લંડનના હેરો ઈસ્ટ વિસ્તારના સાંસદ બોબ બ્લેકમેને આ સમારોહનું આયોજન કર્યું છે. લંડનમાં આ સમારોહ 10 સપ્ટેમ્બરે યોજાશે.

સંજય ગોરડિયાએ હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે. તેઓ કોમેડી માટે ઘણાં જ જાણીતા છે. તેઓ સંજય ગોરડિયા પ્રોડક્શ હાઉસ પણ ચલાવે છે.

વર્ષોથી તેઓ રંગભૂમિ સાથે જોડાયેલા છે ત્યારે તેમનું બ્રિટિશ સંસદમાં સન્માન થવું એ ગુજરાતી રંગભૂમિ માટે પણ ગૌરવની વાત છે.

Share.

Leave A Reply