દિકરી એટલે…..

Google+ Pinterest LinkedIn Tumblr +

✍ દિકરી એટલે શું ?

🌹 દિ – 👉 દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ………
🌹 ક – 👉 કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી……..
🌹 રી – 👉 રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી…..🖌🌹❣
——————-
🌹 કોઈ પણ
પરિવારમાં
એક પિતાને
ખખડાવવાનો
અધિકાર
માત્ર દીકરી પાસે જ હોય છે . . . . .

🌹 દરેક દીકરી પોતાના પિતાને
કેમ સૌથી વધુ પ્રેમ કરે છે ?

🌹 કેમ કે તેને ખબર છે કે આખી
દુનિયામાં આ એક જ પુરુષ છે જે
તેને ક્યારેય દુ:ખી નહી કરે . . . ..

🌹 દીકરી દાંપત્યનો દીવડો
ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું.

🌹 હું પત્ની કરતાંય
મારી દીકરીને વધારે
પ્રેમ કરું છું.

🌹 મને લાગે છે કે
કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ
મા કરતાં બાપને વધુ વેદના થાય છે.

🌹 કેમ કે
મા રડી શકે છે,
પુરુષો આસાનીથી રડી શકતા નથી.
દીકરી વીસ-બાવીસની થાય
ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય
પ્રેમની આદત પડી જાય છે.

🌹 દીકરી
ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે
તો ક્યારેક મિત્ર બની રહે છે.

🌹 સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે.
અને
🌹 દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે.
જોતજોતામાં દીકરી મોટી થઈ
જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે.

🌹 જતી વેળા પિતાની છાતીએ
વળગીને સજળનેત્રે એ કહે છે :

🌹 પપ્પા, હું જાઉં
છું… મારી ચિંતા કરશો
નહીં.. તમારી દવા બરાબર લેજો..

🌹 અને ત્યારે
પોતાની આંખમાં ઉમટી આવતાં
આંસુઓને તે રોકી શકતો નથી.

🌹 આજપર્યંત મેં કદી ભગવાનને
પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે
દરેક દીકરીના બાપે ભગવાનને એક જ
પ્રાર્થના કરવી જોઈએ-
🙏👏 પ્રભુ, તું સંસારના
સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ
કે એમાંથી કોક મારી દીકરીનો
પતિ બનવાનો છે.

🌹 સંસારની બધી સ્ત્રીઓને તું
ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે
એમાંથી કોક મારી દીકરીની
સાસુ કે નણંદ બનવાની છે.

🌹 ભગવાન, તારે આખી
દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ
મારી દીકરીને કોઈ વાતે દુઃખ
પડવા દઈશ નહીં !

🌹 હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી :

🌹 અગર તમારા ઘરમાં
દીકરી ના હોય તો
પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે
કદી જાણી શકવાના
નથી.
બસ એટલું કરજો,

🌹 ગમે
તેવાં મનદુઃખો જન્મે તોય
પુત્રવધૂને
તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં.

🌹 દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે
પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી…

Share.

Leave A Reply