ગુજરાતના આ વિસ્તારમાં હજુ આગામી 4 દિવસ થઈ શકે મેઘતાંડવ

Google+ Pinterest LinkedIn Tumblr +

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સિસ્ટમના કારણે ભારે વરસાદ પડવાની સંભાવના છે. નવસારી, વલસાડ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા,બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ,મહિસાગર, જામનગર,અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના મતે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છના અનેક જગ્યાઓ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. રાજ્યમાં છેલ્લે છેલ્લે પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદી વાતાવરણ યથાવત રહે તેવી સંભાવના છે.

Share.

Leave A Reply