હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમે ભારતમાં મચાવી ધમાલ, કરી અધધ કમાણી

Google+ Pinterest LinkedIn Tumblr +

હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમે ભારતમાં ધમાલ મચાવેલી છે. આ ફિલ્મની ટિકિટ બુક કરાવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે અને એના મોટાભાગના શો હાઉસફુલ જઈ રહ્યા છે. આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસથી ભારતીય બોક્સઓફિસ પર કમાણીના રેકોર્ડ તોડી રહી છે.

આ ફિલ્મ ભારતમાં હજી એક અઠવાડિયા પહેલાં જ રિલીઝ થઈ હતી અને એણે 260 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. માહિતી પ્રમાણે ભારતની અંદર આ ફિલ્મે ‘બાહુબલી 2’નો એક અઠવાડિયામાં કુલ 247 કરોડ રૂપિયાની કમાણી કરવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

નજીકના ભવિષ્યમાં બે મોટી બોલિવૂડ ફિલ્મો રિલીઝ થવાની છે જેમાં બ્લેન્ક (3 મે) અને સ્ટુડન્ટ ઓફ ધ યર 2 (10 મે)નો સમાવેશ થાય છે. જો એવેન્જર્સ સિરીઝનો ફાઇનલ પાર્ટ એન્ડગેમ બોક્સઓફિસ પર અસરકારક સાબિત થયો તો આ બંને ફિલ્મોને સારું એવું નુકસાન થઈ શકે છે.

Share.

Leave A Reply