બાથરૂમની ટાઈલ્સને ચમકદાર બનાવા અપનાવો આ ટિપ્સ

Google+ Pinterest LinkedIn Tumblr +

ઘરમાં બાથરૂમ એક એવો ભાગ છે જેની સફાઈ કરવી અત્યંત જરૂરી છે. જો તે સાફ ન હોય તો આપણને તેમાં ન્હાવા જવું પણ ન ગમે. ટાઈલ્સ પર જલ્દી થી ગંદકી જામી જાય છે. જેના કારણે બાથરૂમની ટાઈલ્સ ખરાબ થઈ જાય છે.

બાથરૂમની બરાબર સાફ-સફાઈ કરવા માટે સ્પ્રેની ખાલી બોટલમાં સિરકા (વિનેગર) ભરો. પછી આમાં બેકિંગ સોડા અને પાણી નાખીને ટાઈલ્સ પર સ્પ્રે છાંટો. હવે એક નકામા ટુથ બ્રશની મદદથી આને ઘસો. આ સ્પ્રેમાં વિનેગર અને બેકિંગ પાવડર નાખ્યો હોવાથી થોડા ફીણ વળશે. ત્યારબાદ આને ઘસીને 15 મિનિટ સુધી એમ જ છોડી દો. એટલેકે આને પાણીથી ધોવું નહિં.

15 મિનિટ બાદ ફરીથી આ સ્પ્રે છાટીને ઘસવું અને બાદમાં ગરમ પાણીથી ધોઈ લેવું. તમે કોટનના રૂમાલથી પણ છેલ્લે સાફ કરી શકો છો, જેથી બાથરૂમ ભીનું ન રહે.

બાથરૂમ સાફ કરતા સમયે સાબુનો ઉપયોગ કરવો. આના માટે ટાઈલ્સ પર થોડું પાણી નાખી અને સાબુ લગાવવો.
લીંબુનો રસ પણ ટાઈલ્સને ચમકદાર બનાવી શકે છે.

ટાઈલ્સને ચમકદાર બનાવવા માટે થોડા ડિટર્જન્ટ પાવડરમાં લીંબુનો રસ અને ફિનાઈલ મેળવીને સાફ કરવું.

Share.

Leave A Reply