ઠંડક મેળવવા ઘરે જ બનાવો વરિયાળીનું શરબત

Google+ Pinterest LinkedIn Tumblr +

વરિયાળીનું સેવન કરવું ગરમીમાં ખૂબ ફાયદાકારક હોય છે. તેમા ભરપૂર પ્રમાણમાં પોષક તત્વ અને એન્ટી ઓક્સીડેન્ટ રહેલા છે. જે તમારા શરીરને ઠંડુ રાખે છે. સાથે જ શરીરને એનર્જી પૂરી પાડે છે અને મગજને તેજ કરે છે. ગરમીની ઋતુમાં તમે આ શરબત બનાવીને પી શકો છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય વરિયાળીનું શરબત..

સામગ્રી

1 જગ – પાણી
1 કપ – વરિયાળી (શેકેલી)
1 ટૂકડો – આદું
સ્વાદાનુસાર – મધ

બનાવવાની રીત

સૌ પ્રથમ પેનમાં પાણી લઇને તેમા આદુ અને શેકેલી વરિયાળી ઉમેરી બરાબર ઉકાળી લો. ત્યાર પછી તેને ઠંડુ કરી લો. તમે ઇચ્છો તો તેને આખી રાત પાણીમાં પલાળીને રાખી દો. સવારે ઉકાળી લો અને ફરીથી ઠંડુ કરી લો. તેનું સેવન કરતા સમયે એક ચમચી ખાંડ અને એક ચમચી મધ મિક્સ કરી લો. તેને ઠંડુ કરીને પીવાથી તે વધારે સ્વાદિષ્ટ લાગે છે. તે સિવાય સરબતને સુગંધિત બનાવવા માટે તમે વરિયાળીને પહેલા અન્ય પેનમાં ઉમેરી શેકી લો અને પછી શરબત બનાવો.

Share.

Leave A Reply