આ રીતે બનાવો સ્વાદિષ્ટ રાજસ્થાનની મકાઈની ખીચડી

Google+ Pinterest LinkedIn Tumblr +

* સામગ્રી

બે કપ મકાઈના દાણા છીણેલા, 2 ચમચા ઘી, અડધી ચમચી રાઈ, જીરૂ, હીંગ, બે લીલા મરચા જીણા સમારેલા, અડધો કપ દૂધ, એક કપ પાણી, અડધી ચમચી ખાંડ, મીઠું, લીંબુનો રસ, લાલ મરચુ પાવડર, હળદર, ગરમ મસાલો.

* સજાવટ માટે જોશે

એક ચમચો નાળીયેરનો ભૂકો, જીણી સમારેલી કોથમીર

* મકાઈની ખીચડી બનાવવાની પદ્ધતિ

ધીમા તાપે એક પેનમાં ઘી ગરમ કરો, ઘી ગરમ થતાંજ તેમાં રાઈ, જીરૂ, હીંગ, લીલુ મરચુ નાખો, જ્યારે વઘાર આવી જાય ત્યારે મકાઈ નાંખી દો અને તેને હલાવતા રહો. હવે પાણી દૂધ, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું નાંખો.

પેનને ઢાંકીને લગભગ 12થી 15 મીનીટ સુધી મકાઈ નરમ થાય ત્યાં સુધી ચઢાવો, વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી નીચે બેસી ન જાય. લીંબુનો રસ નાખી 2 મિનિટ પકાવો. તૈયાર છે મકાઈની ખીચડી જેને તમે કોપરૂ અને કોથમીરથી સજાવી લો. આ ખીચડી પોષ્ટીક હોવાથી બાળકોને ખવડાવવી જોઈએ.

Share.

Leave A Reply