ફુદીના-કીવીનું આ સરબત આપશે તમને ઠડંક

Google+ Pinterest LinkedIn Tumblr +

શું તમે જાણો છોકે આ કાળજાળ ગરમીમાં લોકો ટાઢક મેળવવા ઘણા નુશખા અપનાવે છે. તેમાનું એક શરબત છે ફુદીના અને કીવીનું શરબત. આજે અહી તમને ફુદીના અને કીવીનું શરબત બનાવતા શીખવીશું જે ગરમીમાં આપશે રાહત. આ એક એવુ ડ્રિન્ક છે જેને તમે બનાવશો તો બાળકો ખુબજ પ્રેમથી પીશે. આ શરબત નાનાથી લઈને મોટેરાઓને ભાવશે. એક વખત બનાવેલી સિરપને તમે કેટલાયે દિવસો સુધી રાખી શકો છો તેનો આ સૌથી મોટો ફાયદો છે.

શરબત બનાવવા જોશે સામગ્રી

6 કીવી, 4 લીંબુ, 1 કપ ફુદીનો, 2 કપ પાણી, 2થી 3 કપ ખાંડ, જરૂર અનુસાર સોડા.

ફુદીના કીવીનું શરબત બનાવવાની રીત

એક વાસણમાં પાણી અને ખાંડ નાખી ધીમા તાપે ઉકાળો. ઉકાળો આવ્યા પછી તેમાં ફુદીનાના પાન નાંખી દો. આને 10 મીનિટ સુધી એમ જ રહેવા દો.

કીવીની છાલ કાઢીને પેસ્ટ બનાવી લો. એક વાસણમાં કીવી પેસ્ટ અને લીંબુનો રસ મેળવી લો. આ સીરપને ફ્રીઝમાં રાખો. સર્વ કરવા માટે એક ગ્લાસમાં 3 ચમચી કીવી પેસ્ટ એક કપ પાણી નાખી સર્વ કરો. આ શરબત ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

Share.

Leave A Reply