ICSEના ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો જાહેર

Google+ Pinterest LinkedIn Tumblr +

કાઉંસિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન CISCE) તરફથી ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામો બોર્ડની સત્તાવાર વેબસાઈટ cisce.org પર જોઈ શકાશે.

આ વર્ષે ધોરણ 10નીએ પરીક્ષાનું આયોજન 26 ફેબ્રુઆરીથી 28 માર્ચ વચ્ચે જ્યારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન 4 ફેબ્રુઆરીથી 25 માર્ચ વચ્ચે કરવામાં આવ્યું હતું. રિઝલ્ટ જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે તે કંપાર્ટમેટ પરીક્ષા માટે અરજી કરી શકશે.
* આ રીતે ચેક કરો તમારૂ રિઝલ્ટ

1. રિઝલ્ટ જોવા માટે cisce.org, results.cisce.org, examresults.net, result.gov.in, indiaresults.com પરથી ચેક કરી શકાશે.

2. અહીં તમને બે ઓપ્શન જોવા મળશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને ICSE Results 2019 પર અને 12માના વિદ્યાર્થીઓએ ISC Results 2019 પર ક્લિક કરવાનું રહેશે.

3. નવુ પેજ ખુલશે જ્યાં તમારી પાસે યૂનિક આઈડી નંબર સહિતની જાણકારી માંગવામાં આવશે.

4. ડિટેલ્સ ભર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.

5. ફોર્મ્સ સબમિટ થતા જ રિઝલ્ટ તમારી સ્ક્રિન પર જોવા મળશે. તેને ડાઉનલોડ કરીને પ્રિંટ કરી પોતાની પાસે પણ રાખી શકો છો.

Share.

Leave A Reply